Welcome to RANG KASUMBAL DAYRO

ઍક ગામ હતું.

આ ગામમાં વાર તહેવારે નાત જમાડવાનો રિવાજ હતો.
આ ગામમાં મુસાભાઈ નામે એક ગરીબ માણસ રહેતો હતો. નાતના પ્રત્યેક જમણમાં તે હાજરી આપતો.

એકવાર ગામના માણસોએ આગ્રહ કર્યો કે મુસાભાઈ હવે તમે નાત જમાડો.

મુસાભાઈ બિચારો ના ન કહી શક્યો. જમણવારનો દિવસ નક્કી થયો.
રિવાજ પ્રમાણે ગામમાંથી રસોઈ બનાવવાના વાસણો માગી આવ્યો.
જરૂરત કરતાં વધારે વાસણો ભેગા કરી, તેમાંથી અરધા વાસણો બીજા ગામમાં જઈ વેચી આવ્યો અને આ પૈસાથી
જરૂરી સામગ્રિ ખરિદી.
નક્કી થયેલા દિવસે નાત જમવા બેઠી. રિવાજ પ્રમાણે મુસાભાઈને બે શબ્દો બોલવાના હતા.
પેટ ભરી ને જમજો એમ કહેવાને બદલે મુશાભાઈ બોલ્યા, ”નાત નાતનું જમે, મુશાભાઈના વા ને પાણી.”

મારું કામ પણ આ મુસાભાઈ જેવું છે.

ઈંટરનેટમાંથી બધું ભેગું કરી ઈંટરનેટને જ પાછું આપું છું, પણ મુસાભાઈની જેમ જ કહું છું કે “આમા મારૂં કાંઈ નથી.”

To join CLICK HERE

Recent Images
Blogs
  • કૃપાશંકર ત્રિવેદી
    Written by admin on 07/23/2018,
    Comments: 0

    जिज्ञेश पटेल   બી. જે. મેડિકલ કૉલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રૉફેસર ડૉ.સી.સી. ડામોરસાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડન્ટ્સ, સિનિયર રેસિડન્ટ્સ,...



Not a member yet? Sign up now!